પાલીતાણા: જાળીયા ગામે મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાય
જાળીયા ગામે રહેતા ભગવાનભાઈ લાભુભાઈ ચૌહાણની દીકરી શોભાબેન ગઈકાલે મોહનભાઈ ટપુભાઈ મકવાણાની દુકાને છોકરાઓ માટે ભાગ લેવા ગઈ હતી, જ્યાં ભાગ લેવા મુદ્દે મોહનભાઈ અને તેમના દીકરા અશોકભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે બંને પક્ષે સામસામે અરજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રંજ રાખી કેટલાક ઈસમો લોખંડના પાઇપ, કુહાડી, પાવડો અને લાકડીઓ સાથે ભગવાનભાઈના ઘરે પહોંચી ગાળો આપી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.