વેજલપુર: અમદાવાદમાં ધારિયાં-છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા, DCP શિવમ વર્માનું નિવેદન
અમદાવાદના પાલડી વિસ્તારમાં યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. કારમાં આવેલા શખસોએ નૈસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો. જે બાદ ધારિયાં અને છરીના ઘા મારી તેને પતાવી દીધો. તપાસમાં સામે આવ્યું છે કે, જૂની અંગત અદાવતમાં હત્યા થઈ. નૈસલ ઠાકોરે વર્ષ 2011માં એક હત્યા કરી હતી.. જેમાં હત્યા કેસના મૃતકના સગા સંબંધીએ જ હત્યા કરી હોવાની હોવાની આશંકા.