સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ સવાર 22 વર્ષીય મહિલા રુકશાન ઇમરાન સૈયદ અને તેમની 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેને લઈ ઘટનાસ્થળે અને સિવિલ હોસપટલ પર પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.
માતા-પુત્રીને ડીંડોલી જતા સમયે ડમ્પરે કચડ્યા આ કાળજું કંપાવી દેતી ઘટના ત્યારે બની જ્યારે રુકશાન પોતાની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
#Surat #Bhestan #RoadAccident #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #DumperAccident #MotherDaughter #TrafficAccident #RoadSafety #PoliceInvestigation #NewsUpdate #HotlineNews #IndiaNews #SuratBreaking #AccidentNews #TrendingNews #TopNews #CivilHospital
Udhna, Surat | Jun 27, 2026