Ahmedabad Crime | ₹6,000ની લાંચ લેતા એરપોર્ટ પોલીસના ASIની ધરપકડ
અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવેલી હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. શશીકાંત કિશનભાઈ જાદવ ₹6,000ની લાંચ લેતા ACBના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદી વિરુદ્ધ કરવામાં આવેલી અરજીના કામે મારપીટ ન કરવા, કોર્ટમાં વહેલા રજૂ કરવા તેમજ હેરાન-પરેશાન ન કરવા બદલ આરોપીએ લાંચની માંગ કરી હતી. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
#Ahmedabad #ACB #Bribery #Corruption #Police #GujaratPolice #BreakingNews #LatestNews #AhmedabadNews #CrimeNews #BribeTrap #AntiCorruption #NewsUpdate #HotlineNews #IndiaNews #Justice #TrendingNews #TopNews #AirportPolice #Gujarat
Udhna, Surat | Jun 27, 2026