સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં બજેટ રજૂ કરવામાં આવશે જેમાં ખાસ કરીને સ્કૂટર, કાર અને રિક્ષા સહિતના વાહનોમાં મૂળ કિંમતના 1 થી 4 ટકા જેટલો ટેક્સ લાદવાનો ઠરાવ કરવામાં આવ્યો છે આ નિર્ણય થી વાહનોની કિંમતમાં વધારો થશે ત્યારે મનપા ને વાર્ષિક રૂપિયા 12 કરોડની આવક થવાનો અંદાજ છે.