હાલોલ: હાલોલના જૂની ભાટ ગામમાં મકાનમાં અચાનક લાગી આગ, ફાયર ટીમે મેળવ્યો કાબૂ, ઘરવખરી બળીને થઇ ખાખ
હાલોલના જૂની ભાટ ગામમાંથી એક આગની ઘટના સામે આવી છે, જ્યાં એક રહેણાંક મકાનમાં તા.7 જૂન રવિવારના રોજ રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જ્યારે મકાનમાં આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચીને સમયસૂચકતા વાપરી, ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.