ઘોઘંબા: ઘોઘંબાના શનીયાડા ગામે સામાન્ય બાબતમાં જૂથ અથડામણ: કુહાડી અને લાકડીઓ વડે હુમલો કરી તોડફોડ કરાતા ૯ શખ્સો સામે ગુનો દાખલ
ઘોઘંબા તાલુકાના શનીયાડા ગામે જૂની અદાવતમાં સામાન્ય બાબતે થયેલી જૂથ અથડામણમાં ૯ શખ્સો સામે ગુનો નોંધાયો છે. ગત ૪ જુલાઈએ વિક્રમભાઈ વણઝારાના પત્ની પરિવાર સાથે બાળકોના ડોક્યુમેન્ટ લેવા ગયા ત્યારે આરોપીઓએ ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ લાકડી અને કુહાડી વડે હુમલો કરી વિક્રમભાઈના ભાઈ કિરણભાઈને કપાળે કુહાડીનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, પરિવારના અન્ય સભ્યોને માર મારી, ઘરના નળિયા-પતરાં તથા બે બાઈકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમ