હાલોલ: કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગીભરી હાજરી,સાયકલ પર પહોંચી આપ્યો ઈંધણ બચાવાનો સંદેશ.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે મંગળવારના રોજ હાલોલ સ્થિત કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અનોખી રીતે ઉપસ્થિત રહ્યા હતા. સાદગી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતા તેઓ હેલિકોપ્ટરનો ત્યાગ કરીને જાહેર પરિવહન અને સાયકલનો ઉપયોગ કરીને કાર્યક્રમમાં પહોંચ્યા હતા.