કવાંટ: કવાંટ પેટ્રોલ પંપ પાસે eeco ગાડી ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત થયું.
કવાંટ પેટ્રોલ પંપ પાસે eeco ગાડી ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત થયું છે આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાનાવાટ ગામના રહેવાસી રવિદાસ ભાઈ રતન ભાઈ શાકભાજી નો ધંધો કરતા હોઈ આજરોજ વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં કવાંટ પેટ્રોલ પંપ પાસે ઇકો ના ચાલક દ્વારા સ્ટેરીંગ પર nu કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે ઇકોગાડી અથડાઈ હતી જેના કારણે ચાલકનું મોત થયું હતું.