કવાંટ: ગુજરાત મહારાષ્ટ્ર અને એમ.પી રાજ્યની હદ પરથી પસાર થતી નર્મદા નદીમાં નાવડી મારફતે ગુજરાત રાજ્યમાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો
ગુજરાત મહારાષ્ટ્ર અને એમ.પી રાજ્યની હદ પરથી પસાર થતી નર્મદા નદીમાં નાવડી મારફતે ગુજરાત રાજ્યમાં લવાતો કિ.રૂ. ૨,૫૦,૨૬૦/- નો મુદ્દામાલ કવાંટ પોલીસે ઝડપી પાડ્યો છે. કવાંટ પોલીસે એમ.પી રાજ્યમાંથી નાવડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નર્મદા નદી વાટે હાફેશ્વર ગામે નદીના કિનારેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ ધરેલ છે.