કવાંટ: મોટાઘોડા ગામના કંચનભાઈ રાઠવા રાસાયણિક ખાતરને છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, ખેડૂતોને ઉદાહરણ પુરુ પાડ્યું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાઘોડા ગામના ખેડૂત અને ફાર્મર માસ્ટર ટ્રેનર કંચનભાઈ ધનજીભાઈ રાઠવા રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવી અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે છે. પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, આત્મા પ્રોજેક્ટના અધિકારી સાથે અમારી મુલાકાત થઈ ત્યાંથી પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મળી હતી. વધુમાં તેઓએ શું કહ્યું? આવો સાંભળીએ.