ગાંધીનગર: ગાંધીનગર એસ.પી રવિ તેજા વાસમશેટ્ટીએ પ્રેસમાં દહેગામ બાબતે માહિતીઆપી, દહેગામના બહિયલમાં બેકોમ વચ્ચે થયે ઘર્ષણ
ગાંધીનગર એસ.પી રવિ તેજા વાસમશેટ્ટીએ પત્રકાર પરિષદ દહેગામ બાબતે માહિતી આપતા જણાવ્યું કે દહેગામના બહિયલમાં બેકોમ વચ્ચે થયેલા ઘર્ષણ થયું હતું રાત્રે 11 વાગે દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ સમાજના લોકોએ પથ્થર મારો કર્યો હતો.આ કેસમાં પોલીસે 60 લોકોની ધરપકડ કરી છે. બાકી 20 લોકોની ધરપકડ કરવાની બાકી છે.સોશ્યલ મીડિયા માં બે સમુદાયોની ધાર્મિક લાગણી દુભાવવાથી ઘટના બની. આઈ લવ મહમ્મદ આઇ લવ મહાદેવના સ્ટેટસની રાખવાની અપીલની વાત ઉપરથી ઘટના બની છે.