ગાંધીનગર: ગાંધીનગરમાં સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર
ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવાર સાંજે પોલીસે સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યું હતું. અમદાવાદના યુવકના મર્ડર-લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસે ફાયરિંગ કરી તેને ઢેર કર્યો હતો.આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. એલસીબીના કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને હાથમાં ગોળી વાગતાં તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.