હાલોલ: હાલોલ તાલુકાના કાકલપુરના ખેડૂતનો કમાલ, યુરિયા વગર સજીવ ખેતીથી પકવ્યા 8 કિલોના મીઠા મધ જેવા તરબૂચ
હાલોલના કાકલપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત પદ્ધતિઓને અપનાવીને તરબૂચની ઉત્તમ ખેતી કરી છે, જે અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની શકે છે.ખેડૂતે તરબૂચની ખેતી દરમિયાન કોઈપણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી. ખાસ કરીને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો હતો. તેના બદલે માત્ર અગાઉ નાખવામાં આવેલ છાણિયું ખાતર (સેંદ્રીય ખાતર) જ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.આ સેંદ્રીય પદ્ધતિના કારણે તૈયાર થયેલા તરબૂચનું વજન 8 કિલોથી પણ વધુ નોંધાયું છે