હાલોલ: હાલોલ ભાજપા ધ્વારા મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામા ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આ નિવેદનના વિરોધમા આજે હાલોલ શહેર તેમજ તાલુકા ભાજપા દ્વારા ધરણા પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ જેમા ભાજપના કાર્યકરોએ હાથમા વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા આ વિરોધ પ્રદર્શનમા શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો હાજર રહ્યા હતા