વલસાડના વાંકલગામમાં કૂવામાં ખાબકેલા ઝેરીલા કોબ્રા સાપનું સુરક્ષિત રેસ્કયૂ: વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટની સરાહનીય કામગીરી
માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે વલસાડ જિલ્લાના વાંકલગામમાં વન્યજીવ પ્રેમીઓના કારણે એક અબોલ વન્યજીવનો જીવ બચાવવામાં સફળતા મળી છે. વાંકલગામના દોણી ફળિયામાં રહેતા રમેશભાઈ બેન્ડુભાઈ ગાંવિતના ઘરની પાછળ આવેલા એક કૂવામાં છેલ્લા ઘણા સમયથી એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા નાગ પડી ગયો હતો..કૂવામાં સાપ હોવાની જાણ થતાં જ રમેશભાઈએ તાત્કાલિક વન્યજીવ રેસ્કયૂઅર મુકેશભાઈ વાયાડનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને મુકેશભાઈએ તુરંત જ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટ નવસારી-ધરમપુર વિભાગ ની ટીમ તેમજ સ્થાનીક વનવિભાગને આ અંગે વાકેફ કર્યા હતા..માહિતી મળતાની સાથે જ વાઈલ્ડ લાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના ટીમના સભ્યો જીજ્ઞેશભાઈ પટેલ, પરિમલભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, નિરલભાઈ પટેલ આ તમામ સભ�
Valsad, Valsad | Jun 19, 2026