હાલોલ: હાલોલમા પવિત્ર ગદાયાત્રાનુ ભવ્ય સ્વાગત,ઉદયપુરમા નિર્માણાધીન 11મુખી હનુમાનજીની મૂર્તિ માટેની અષ્ટધાતુ ગદા દેશમા ભ્રમણ પર
રાજસ્થાનના ઉદયપુર ખાતે કંચન સેવા સંસ્થાન દ્વારા બનાવવામાં આવી રહેલી 84 ફૂટ ઊંચી 11મુખી હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિ માટે અર્પણ થનાર 21 ફૂટ લાંબી અષ્ટધાતુની પવિત્ર ગદા હાલ ભારતભરમાં ભ્રમણ કરી રહી છે.આ ગદાયાત્રા તા.8 એપ્રિલ બુધવારના રોજ બે દિવસ માટે હાલોલ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શહેરમાં અનેક સ્થળોએ શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ગદાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.