હાલોલ: હાલોલ કોર્ટના સજા વોરંટના બે ફરાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશને એક મોટી સફળતા મેળવીને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોય તેવા બે ભાગેડુ આરોપીઓને ઝડપી પાડ્યા છે.નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (ચેક રિટર્ન) ની કલમ-૧૩૮ હેઠળ કોર્ટે આ બંને આરોપીઓને એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી,જે ત્યારથી નાસતા ફરતા હતા.જેને આજે ઝડપી પાડ્યા છે