કેશોદ તાલુકાના કાલવાણી ગામના યુવાન ભૌતિક ખાનપરા ભારતીય નૌકાદળ (Indian Navy)માં 15 વર્ષ સુધી દેશસેવા કરીને ફરજ પૂર્ણ કર્યા બાદ વતન પરત ફરતા ગામમાં ભવ્ય સ્વાગત અને સન્માન સમારંભ યોજાયો હતો. દેશસેવામાં આપેલા યોગદાન બદલ ગામજનોએ ગૌરવની લાગણી સાથે ભૌતિક ખાનપરાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું