હાલોલ: હાલોલના વાંકડિયા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, રૂ. 9,665નો મુદ્દામાલ જપ્ત
હાલોલના વાંકડિયા ગામે કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક તબીબી પ્રેક્ટિસ કરી રહેલા એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો છે.તપાસ દરમિયાન ત્યાં દવાખાનું ચલાવતા પ્રદિપ સશધર માંડલ નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.