રાપર: રાપર તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી: કાળઝાળ ગરમીમાં મતાધિકારનું શાસન, ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ
Rapar, Kutch | Apr 26, 2026 ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટા અને સરહદી એવા રાપર તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૨૪ તાલુકા પંચાયત અને ૫ જિલ્લા પંચાયતની બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારોનું ભાવી હવે EVMમાં કેદ થયું છે.