કાલોલ: શહેરમાં લાલ દરવાજા પાસે સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
કાલોલ નગર ખાતે આજે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ગ્રંથાલય વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓ માટે જ્ઞાન, અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.આ પ્રસંગે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, વડોદરા વિભાગના મદદનિશ ગ્રંથાલય નિયામક શ્રીમતી વિધાબેન ભમાત સહિત કાલોલ નગર પાલિકાના સભ્યો હાજર રહ્યાં હતાં.