શહેરા: જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષપદે બોરીયા જિલ્લા પંચાયત સભ્ય મગનભાઈ પટેલીયાની વરણી કરાતા શહેરા ભાજપમાં ખુશીનો માહોલ
પંચમહાલ જિલ્લા પંચાયતમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષપદે શહેરા તાલુકાના બોરીયા જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા ભાજપ આગેવાન મગનભાઈ પટેલીયાની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ તરીકે મગનભાઈ પટેલીયાના નામની સત્તાવાર જાહેરાત થતાં શહેરા તાલુકા ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.