ભાવનગર: નારી ગામે વીજ સમસ્યાથી હેરાન પરેશાન ખેડૂતો ઢોલ સાથે વીજ કચેરી પહોંચી સુત્રોચાર કરાયા
ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામે ખેડૂતો વીજ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. નારી ગામે છેલ્લા લાંબા સમયથી વીજ સમસ્યાને લઇ ખેડૂતો હેરાન થઇ રહ્યા છે. જેને પગલે આજે વિરોધ સાથે નારી ગામના ખેડૂતો વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઢોલ નગારા સાથે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાંની માંગ કરી હતી.