કાલોલ: શહેરમાં ભાથીજી મંદિર પાસે ગણેશ આગમન વરઘોડા દરમિયાન ટ્રેક્ટર ખુલ્લી ગટરમાં ફસાયું, સ્થાનિકોએ આપી પ્રતિક્રિયા
કાલોલ શહેરમાં ગણેશોત્સવના પ્રારંભે પાલિકાની બેદરકારી સામે આવી છે. સોમવારે સાંજે સમ્રાટ યુવક મંડળના ગણેશ આગમન વરઘોડા દરમિયાન ભાથીજી મંદિર પાસે ડીજે ધરાવતું ટ્રેક્ટર ખુલ્લી અને તૂટેલી ગટરમાં ફસાઈ જતા વરઘોડો થોડા સમય માટે અટકી પડ્યો હતો.