કાલોલ: વેજલપુરમાં સી.સી. રોડના નામે ૯ લાખનો ખેલ એક જ રસ્તાના બે ભાગ પાડી આંખો મીંચીને લાખો રૂપિયા ચૂકવી દેવાયા, સ્થળ પર કામગીરી
કાલોલ તાલુકા હેઠળ આવતી વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી થયેલા વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ગામના દીવાન ફળીયાના નાકેથી વિઠ્ઠલનાથજી મંદિર (હવેલી) સુધી નાની કાછીયાવાડ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના નામે માત્ર દેખાવ પૂરતી વેઠ ઉતારીને નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે. સ્થળ પર કામગીરી સાવ હલકી કક્ષાની હોવા છતાં, કોઈ પણ જાતની વાસ્તવિક સ્થળ તપાસ વિના જ એક જ દિવસે એજન્સીને પૂરેપૂરા રૂ.૯,૦૦,૦૦૦/- (નવ લા