હાલોલ: હાલોલ નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યકમ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમા યોજાયો હતો
હાલોલ નગરપાલિકા દ્વારા આયોજિત પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર,સરકારશ્રીની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજુઆતોના સ્થળ ઉપર જ ઉકેલ માટે સેવાસેતુ 2 કાર્યક્રમનુ આયોજન તા.30 માર્ચ સોમવારના રોજ હાલોલ સાર્વજનિક બગીચા ખાતે કરવામા આવ્યુ હતુ જેમા ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કરવામા આવ્યુ હતુ.જ્યારે આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા