કેશોદ: કેશોદના બાયપાસ રોડ ઉપર છકડો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત, પોલીસે તપાસ હાથ ધરી
કેશોદના બાયપાસ રોડ ઉપર અવારનવાર અકસ્માતની ઘટના બનતી જોવા મળી રહી છે ત્યારે આજે સવારે સાબલિયા નેસ નજીક હાઈવે રોડ ઉપર ફોરવીલ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો ફોરવીલમાં સવાર લોકોને સામાન્ય ઇજા થઈ હતી અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.