હાલોલ: યાત્રાધામ પાવાગઢ રોપ વે ખાતે NDRF દ્વારા આયોજિત શોધ બચાવો મોક ડ્રિલ યોજાઈ.
પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાથી રોપવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સજ્તા અભ્યાસ મોકડ્રીલનું આયોજન આજે બુધવારના રોજ હાથ ધરવામાં આવી હતી તેમાં NDRF ટીમ,પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ અને ક્વીક રિસ્પોન્સ ટીમ હાજર રહી આપત્તિના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરી અને મુસાફરોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તેની ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી