Saputara Gira Waterfall: ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ગીરાધોધ બન્યો રૌદ્ર, પ્રવાસીઓને નજીક જતા રોકાયા
ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા સહિતની નદીઓમાં પાણીની આવક યથાવત છે અને નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
અંબિકા નદી પર આવેલો પ્રખ્યાત ગીરાધોધ પણ રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધનો નજારો માણવા પહોંચ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરાધોધની નજીક જતા અટકાવવામાં આવ્યા છે.
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીનો વરસાદ:
📍 આહવા – 1.34 ઇંચ
📍 સાપુતારા – 1.10 ઇંચ
📍 વઘઈ – 1 ઇંચ
📍 સુબિર – 0.31 ઇંચ
#dang #dangnews #dangrain #giradhodh #gujaratrain
dang rain, dang rainfall, dang news, dang district rain, giradhodh, gira waterfall, giradhodh dang, saputara rain, ahwa rain, waghai rain, subir rain, gujarat rainfall, gujarat rain update, dang waterfall, heavy rain gujarat, dang latest news
Udhna, Surat | Sep 14, 2026