રાજકોટના નિવૃત શાસનાધિકારી સાથે જમીન ખરીદીના નામે થયેલી સવા કરોડની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી સહિત પાંચ લોકો સામે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ દાવો કરતા કહ્યું કે, સ્વામીઓના કહેવાથી મેં જમીન ખરીદવા માટે ખેડૂત સાથે સમજૂતી કરાર કર્યો હતો. જેના બદલામાં ખેડૂતને તેના ઘરે જઈને રૂ. 1.24કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયાની ચૂકવણી કરવામાં આવી તે સમયનો ફરિયાદી દ્વારા ઉતારવામાં આવેલો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદીએ કહ્યું હતું કે, આ ફરિયાદમાં ગંભીર કલમો લગાવવી જોઈતી હતી. પરંતુ, પોલીસે મને રાજી કરવા ફરિયાદ નોંધી હોય તેવું લાગે છે.
#RajkotNews #LandFraudAllegations #VadtalSwaminarayan #HumDekhengeNews