કારતક માસના શનિવાર અને એકાદશી નિમિત્તે સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે તુલસી વિવાહની ઉજવણી થઈ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દાદાને લીલા અને લાલ ભરતકામવાળાં વસ્ત્રો, મોતીની માળા અને પાઘડીથી શણગારવામાં આવ્યા. ગર્ભગૃહને મોરપીંછની કમાન, વાદળી અને સફેદ ઓર્કિડનાં તોરણો તથા વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની કલાકૃતિથી સજાવવામાં આવ્યું. ઉત્સવ નિમિત્તે દાદાને વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. સવારે 5:30 વાગ્યે મંગળા આરતી અને 7 વાગ્યે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી. દાદાના વિશેષ શણગાર અને અન્નકૂટનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.
#SalangpurHanumanji #TulsiVivah #KashtbhanjanDev #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Nov 21, 2026