હાલોલ: પાવાગઢ ડુંગર પરથી સુરતના યુવકનો મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી
પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવેલા સુરતના એક યુવકનો મૃતદેહ ડુંગર પરથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાતકમાન નજીક આવેલા પગદંડી માર્ગ પરથી આ યુવકની લાશ મળી આવી છે.સુરત જિલ્લાના નાના બોરસડા ગામનો રહેવાસી આશિષભાઈ ઉર્ફે જેનો પોપટજી ઠાકોર નામનો યુવક એકલો જ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ આવ્યો હતો. ડુંગર ચડતી વખતે તેની સાથે કોઈ અકસ્માત કે દુર્ઘટના ઘટી હોવાની આશંકા સેવાઈ રહી છે.