હાલોલ: હાલોલ તાલુકાના બામણકુવા ગામની ખીણમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત
હાલોલના બામણકુવા વિસ્તારમાં આવેલી ખીણના પાણીમાં નાહવા પડેલા એક આશાસ્પદ યુવકનું પાણીમાં ગરકાવ થઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે બામણકુવા ગામના પ્રકાશભાઈ પ્રવિણભાઈ બારિયા તા.29 એપ્રિલ બુધવારના ખીણના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા. જોકે, પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા તેઓ અચાનક ગરકાવ થઈ જતા મોત નીપજ્યુ હતુ