હાલોલ: પાવાગઢ સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી ગાબડીયા બાપુ ખાતે નવ દિવસિય પંચ ધૂણી અનુષ્ઠાન ની પૂણાર્હુતિ
પાવાગઢની તળેટીમા આવેલ સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી ગાબડીયા બાપુ ખાતે મહંત ગોપાલદાસજી ગુરૂ મહંત શ્રી ગડબડ દાસજી દ્વારા નવ દિવસિય પંચ ધૂણી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સોમવારના રોજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી કન્યા પૂજન તેમજ મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી પંચ ધૂણી અનુષ્ઠાન ની પૂણાર્હુતિ કરવામાં આવી હતી.