રાપર: રાપરમાં બહેનના લગ્નના ચાંદલાની ચોપડી બાબતે પિતાએ પુત્ર પર ધારીયા વડે હુમલો કર્યો...
Rapar, Kutch | Apr 25, 2026 રાપર શહેરમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. બહેનના લગ્નના 'હાથગરણા' (ચાંદલા) ની ચોપડી આપવાની ના પાડતા પિતાએ અન્ય એક મહિલા સાથે મળીને પોતાના જ પુત્ર પર ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઈ છે.