ગોધરા: પંચમહાલ: PESA વિસ્તારની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે રોટેશન પદ્ધતિ સામે આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર
પંચમહાલ: PESA વિસ્તારની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે રોટેશન પદ્ધતિ સામે આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અનુસૂચિત વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે રોટેશન પદ્ધતિ લાગુ કરવાના નિર્ણય સામે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયને બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ ગણાવી આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નોટિફિકેશન રદ કરવાની માંગ કરવામાં આવી છ