હાલોલ: પાવાગઢ ડુંગર પર પાણીનું ટેન્કર પલટી ખાતાં સર્જાયો અકસ્માત,ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
પાવાગઢ ડુંગર પર તા.30 એપ્રિલ ગુરુવારના રોજ પાણી પહોંચાડવા ગયેલું સરકારી પાણીનું ટેન્કર નીચે ઉતરતી વખતે ટ્રેક્ટર સાથે પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સમયે ટ્રેક્ટર ચલાવી રહેલા ડ્રાઈવર સાથે એક ક્લીનર પણ હાજર હતો, પરંતુ સદનસીબે બંનેનો બચાવ થયો હતો.