હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલ હઝરત બુખારીશાહ બાબાના ઉર્ષની ઉજવણી આજે મંગળવારના રોજ ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે કરવામાં આવી હતી.જેમાં દરગાહ ખાતે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેચણી કરવામાં આવી હતી.