રાપર: રાપરના દૂધ ડેરી વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા લોકોમાં રોષ: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
Rapar, Kutch | May 8, 2026 રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીમાં ગટરના પાણીનું મિશ્રણ થવાની ગંભીર ઘટના સામે આવી છે. ખાસ કરીને દૂધ ડેરી આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળી જતાં લોકોનું આરોગ્ય જોખમાયું છે.