શહેરા: શહેરામાં મિનિ વાવાઝોડા અને વરસાદથી વૃક્ષો,વિજ પોલ અને કાચા-પાકા મકાનોની દિવાલો ધરાસાયી થવાના બનાવો સામે આવ્યા હતા
શહેરા તાલુકામાં મંગળવારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યા બાદ અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું,જેમાં શહેરા તાલુકાના ધાંધલપુર, છોગાળા, સગરાડા, ખોજલવાસા, ભેંસાલ, મંગલપુર, નાડા, સુરેલી સહિત અનેક ગામોમાં ભારે પવન ફૂંકાવાને કારણે ૧૦૦થી વધુ વૃક્ષો અને ૨૦ જેટલા વિજ પોલ ધરાસાયી થવાના બનાવો સામે આવ્યા હતા.