દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ : વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓનો લાભ અપાયો
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક પ્રચાર પ્રસાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડના 43 લાભાર્થીઓની નોંધણી, નમો શ્રી યોજના�
Dohad, Dahod | Jun 12, 2026