નખત્રાણા: ચેક પરતના કેસમાં વેરસલપરના આરોપીને એક વર્ષની સજાનો હુકમ
ભુજની જ્યુડિશિયલ કોર્ટે ચેક પરતના કેસમાં વેરસલપર (તા. નખત્રાણા)ના ગૌતમ દેવચંદ વેલાણીને એક વર્ષની સાદી કેદ અને રૂા. 2.25 લાખ દંડની સજા ફટકારી છે. આરોપીએ મિત્રતાના નાતે લીધેલા રૂા. 2.50 લાખના ઉછીના પેટે આપેલો ચેક બાઉન્સ થતાં ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીને દોષિત ઠેરવી આદેશ કર્યો છે.