દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ
“સ્વચ્છ ભારત–સુંદર ભારત, નિરોગી ભારત”ના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા દર મહિને બસ સ્ટેશનો ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે એસ.ટી. બસ સ્ટેશન ખાતે સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન એસ.ટી. વિભાગના અધિકારીઓ, સલાહકાર સમિતિના સભ્યો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તેમજ એસ.ટી. વિભાગના સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સફાઈ ઝુંબેશ અંતર્ગત બસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. સાથે જ મુસાફરોને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા અને કચરાપેટીનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવી મુસાફરોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
એસ.ટી. વિભાગ દ્વારા દર મહિને રાજ્યના વિવ
Dohad, Dahod | Sep 6, 2026