પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિસ્તારોમાં બિન-ચેપી રોગો એટલે કે NCDના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ દર્દી સલામતી દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.કેમ્પ દરમિયાન લોકોનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે જ આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું અને IEC મટીરીયલ દ્વારા બિન-ચેપી રોગો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ ઉપરાંત કેમ્પ દરમિયાન લાભાર્થીઓને PMJAY એટલે કે આયુષ્માન ભારત યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા, જેથી તેઓ જરૂરિયાતના સમયે યોજનાનો લાભ મેળવી શકે.
આ સમગ્ર અભિયાનનો હેતુ બિન-ચેપી રોગોની વહેલી ઓળખ, આરોગ્ય અંગે જાગૃતિ અને લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો રહ્યો હતો. અભિયાન દ્વારા સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Dohad, Dahod | Sep 20, 2026