ગોધરા: કાલોલ પાસે ST બસ-ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર: ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત, 15થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત, ગોધરા સિવિલ ખસેડાયા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ પાસે આવેલા પાણીયા ગામ નજીક એસટી બસ અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો,અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે મોત ચ નિપજ્યું બોડેલી થી ગોધરા તરફ આવી રહેલી ગુજરાત એસ.ટી. નિગમની બસ અને સામેથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના સ્થાન