સુરતમાં રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે ઈ-સ્ટેમ્પના નામે લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જમીન ખરીદી માટે રૂ.76.44 લાખના ઈ-સ્ટેમ્પની જરૂર હોવાનું કહી આરોપી દંપતીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ હોવાનું જણાવી રૂ.76,44,900 મેળવી લીધા હોવાનો આક્ષેપ છે. બાદમાં ઈ-સ્ટેમ્પ ફરિયાદીના નામે આપવાના બદલે અન્ય વ્યક્તિને ઈશ્યુ કરી રોકડ પણ પરત ન કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ડાયમંડ કંપનીના મેનેજર કનુભાઈએ શ્રેયાંશ ધોળકિયા વતી 10 જૂન 2025ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે સલોની મેવાવાળા અને તેના પતિ રામકૃષ્ણ મેવાવાળાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
#SuratNews #GovindDholakia #FraudCase #EStampFraud #CrimeBranch #HumDekhengeNews