કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા ગામે વિદ્યાર્થીઓ બસ સેવાના પ્રશ્નને લઈને રસ્તા પર ઉતર્યા છે. ભુજ-નારાયણ સરોવર રૂટની બસ નિયમિત કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ પદયાત્રા શરૂ કરી છે. વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી આશરે 27 કિલોમીટરની લાંબી યાત્રા હાથ ધરી છે. અનિયમિત બસ સેવાના કારણે અભ્યાસ અને દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. ‘Gen Alpha’ના વિદ્યાર્થીઓની આ પદયાત્રાએ સ્થાનિક તંત્ર અને પરિવહન વિભાગનું ધ્યાન ખેંચ્યું છે. વિદ્યાર્થીઓએ બસ સેવા નિયમિત કરી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.
#Kutch #Nakhatrana #StudentProtest #BusService #GenAlpha #HumDekhengeNews