માળીયા: માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 15.56 લાખનો મુદ્દામલ જપ્ત..
Maliya, Morbi | Apr 21, 2025 માળીયા મિયાણા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી પસાર થતાં એક ટ્રકને રોકી તલાસી લેતા ટ્રકચાલકના કબ્જામાંથી 76 બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક સહિત કુલ રૂ. 15.56 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની અટકાયત કરી અન્ય એક નાસી જનાર સહિત બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આધારિત છે