માળીયા: માળિયા મીયાણાનાઅણીયારી ટોલનાકા નજીક બોલેરો પલ્ટી જતા બેના મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ
Maliya, Morbi | Apr 17, 2025 માળીયા મિયાણા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગત તા.15ના રોજ સાંજના સમયે જીજે- 13 - એએક્સ - 8779 નંબરની બોલેરો પલ્ટી મારી જતા બોલેરોમાં મુસાફરી કરી રહેલા 12 લોકોને ઇજાઓ પહોંચી હતી જે પૈકી લક્ષ્મીબેન અને હીરાભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના જમાઈ બેચરભાઈ જયંતીભાઈ દુધરેજીયા રહે.રામપરા તા.ધ્રાંગધ્રા વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.